26 - પ્રથમ પ્રીત માંડી, હવે શેં રહ્યો સાંભળી / નરસિંહ મહેતા


રાગ કેદારો

પ્રથમ પ્રીત માંડી, હવે શેં રહ્યો સાંભળી ? ન્યૂન તારે હરિ ! થઈ રે આજે ?
કોટમાં કુસુમની માળ તું ગ્રહી રહ્યો, તે કહો, કૃષ્ણજી ! શાને કાજે ? ૧

લોક માંહે સહુએ સાંભળ્યો મેં ભજ્યો, તોહવે કાં તજો ? સુણ રે, કહાન !
નિઠુર કાં થઈ રહ્યો ? મંડળિક મદે ચડ્યો, તોહજી તુંહને ના’વે સાન ? ૨

મેલ માયા હવે ફૂલના હારની, વાર લાગે હવે, વિશ્વનાથ !
નરસૈંયાચા સ્વમી ! આશ તારી ઘણી, મૂક મા – મૂક મા ગ્રહ્યો રે હાથ. ૩


0 comments


Leave comment