34 - હાર હૈયે ધર્યો, દાસ કાં વીસર્યો / નરસિંહ મહેતા
રાગ કેદારો
(અલ્યા!) હાર હૈયે ધર્યો, દાસ કાં વીસર્યો ? કેઈ મોટમ રુદે મધ્ય આણી ?
જદુપતિ જનપતિ જગતપતિ શામળા ! તારી મોટાઈ મેં ઠીક જાણી ! ૧
હું તુંને જાણું છું રૂડી પેર, જાદવા ! કંચુકી પહેરીને તું રે નાચે,
ગોપીઓ સર્વને તારે રમાડવી, પુષ્પના હારથી (બહુ) તેહ રાચે. ૨
જેહ તુજને ભજે, ગૃહસ્થપણું તે તજે, જોગી થઈ વનમાં ભીખ માગે,
ભણે નરસૈંયો : મને હાર આપો, હરિ ! નિર્લજ ! આ કાજે તુંને લાજ લાગે ?

0 comments
Leave comment