23 - ઊઠ, તું અટપટા, બોલ તું ચટપટા / નરસિંહ મહેતા
રાગ કાલેરો
ઊઠ, તું અટપટા, બોલ તું ચટપટા, લંપટા ! લાજ તારી રે જાશે,
વ્રજપતિ ! રંગમાં કેલી-ઘટા કરેં, નરસૈંયાની વહારે કોણ ધાશે ? ૧
ઊઠ તું ચડવડી, બેઠો શું હઠે ચડી ? વાત ઘાડી પાડી મુજ સાથે,
બિરદ-પાલક હરિ ! સાર કરજો ખરી, નીગમે લાજ તે તુજ હાથે. ૨
જીવડો ઝગમગે, અંગ સહુ ડગમગે, ફગમગે નેત્ર જોવાને રૂપે,
નરસૈંયો રગરગે, લોક સહુ ચગમગે, કોપ્યો બોલે મંડળિક ભૂપ. ૩

0 comments
Leave comment