13 - મોગરે શું મોહી રહ્યો મોહના ? / નરસિંહ મહેતા


રાગ કેદારો

મોગરે શું મોહી રહ્યો મોહના ? હાર તું આપ, જશ-ખ્યાત વાધે,
કહેશે ‘ગુણ ગાતાં નાગરનો નવ હવો,’ ત્રિકમા ! તુંને કો નહી આરાધે. ૧

સારો પાંતીનો થાશે ધણી સર્વ કો, દીપતું દેખશે તિહાં મળશે,
મૃત્યુના ભયે નરસૈંયો બીતો નથી, તાહરા દાસનાં ચિત્ત ચળશે. ૨

માહરે મંન વિશ્વાસ છે, વિઠ્ઠલા ! આપશો હાર, આનંદ થાશે,
ભણે નરસૈંયો : નિજ ભક્ત ઉગારવા તુજ વિના વહારે કોણ ધાશે ? ૩


0 comments


Leave comment