2 - હે હરિ ! લોક કહે : ‘નરસૈંયો લંપટી’/ નરસિંહ મહેતા


રાગ રામગ્રી

હે હરિ ! લોક કહે : ‘નરસૈંયો લંપટી’, વધતી વાત રાજાએ જાણી,
દુષ્ટ વચન મંડળિક વિહવળ થયો : ‘લાવો ઇહાં વેગ નરસૈંને તાણી.’ ૧

શીઘ્ર સેવક તિહાં મુને તેડી ગયો, કહે મહીપાળ :’તુંને દાસ ! કહીએ:
તાહરે પ્રીત દામોદરા-શું બહુ, માગી લે હાર જેમ અમો લહીએ. ૨

તેહ માટે કરું વીનતી, ત્રિકમા ! પાળશો બિરદ તો કાજ થાશે,
ભણે નરસૈંયો : તું ભક્તવત્સલ સદા, હઠ કરશો તો મુજ પ્રાણ જાશે. ૩


0 comments


Leave comment