17 - વ્યભિચાર સાથે શી પ્રીતડી, જે સ્ત્રીસંગે રાતો ? / નરસિંહ મહેતા
રાગ રામગ્રી
વ્યભિચાર સાથે શી પ્રીતડી, જે સ્ત્રીસંગે રાતો ?
મંડળિક હારને પરિભવે, તું રે મદમાતો ! ૧
કામી થયો રે, કેશવા ! મુંને પરિભવે પાપી,
લોભી થયો, લક્ષ્મીવરા ! પૂતના સંતાપી ! ૨
વહારે ચડે રે, વિઠ્ઠલા ! નહીં તો દેહી જાશે,
નરસૈંયાને મંડળિક મારશે તે કેમ ખમાશે? ૩
વ્યભિચાર સાથે શી પ્રીતડી, જે સ્ત્રીસંગે રાતો ?
મંડળિક હારને પરિભવે, તું રે મદમાતો ! ૧
કામી થયો રે, કેશવા ! મુંને પરિભવે પાપી,
લોભી થયો, લક્ષ્મીવરા ! પૂતના સંતાપી ! ૨
વહારે ચડે રે, વિઠ્ઠલા ! નહીં તો દેહી જાશે,
નરસૈંયાને મંડળિક મારશે તે કેમ ખમાશે? ૩
0 comments
Leave comment