5 - કવણ ઠાકોરને વીનવું, વીઠ્ઠલા / નરસિંહ મહેતા
રાગ રામગ્રી
કવણ ઠાકોરને વીનવું, વીઠ્ઠલા ? કમળાના નાથ ! મન શું વિચારો ?
દ્રૌપદી-લાજને કાજ આવ્યા, હરિ ! દુઃખ પામે કેમ દાસ તારો ? ૧
પ્રગટ થયું નામ તુજ ભૂતલે, ભૂધરા ! ‘નરસૈંના નાથ’ એ બિરદ કહાવો.
સેવકનું કાષ્ટ આ ટાળિયો, ત્રિકમા ! તો તમો, નાથજી ! ભલા રે ભાવો. ૨
લોક દેખે સહુ, કૌતુક કરે બહુ, મંડળિક મદભર્યો ક્રૂર જુએ,
નરસૈંયાચા સ્વામી ! હાર એક આપિયે, પૂર્ણ પરબ્રહ્મ ! તુજ પતીજ હુએ. ૩

0 comments
Leave comment