38 - માળા, મધુસુદન ! આજ વહાલી થઈ / નરસિંહ મહેતા


માળા, મધુસુદન ! આજ વહાલી થઈ, રાખી રુદિયામાં કરે છે તું સાંસો,
હાર માંહે હીરા હશે, સુણ, શામળા ! લોભે, લક્ષ્મીવરા ! તો વિમાસો. ૧

મંડળિક ઉપર મહેર કીધી ઘણી, મુજ ઉપર થકી દયા ઉતારી,
શક્તનો તું સાથી થયો રે, શામળા ! પોતાના માટે મૂક્યો વિસારી. ૩

‘ભક્તવત્સલ’ એવું બિરદ છે તાહરું, હું રે વળુંધ્યો તારે વિરાંસે,
દીન પ્રત્યે હાર તું દે રે, દામોદરા ! વિપત પડ્યે હોવાં શું વિમાસે ?

તાહારો વાંક કાંઈ નથી રે, નારાયણા ! હું દુઃખ પામું તે મારે પાપે,
નરસૈંયો કહે “ મુંને મંડળિક મારશે, હાર, રુદિયા થકી શેં રે ના’પે. ? ૪


0 comments


Leave comment