6 - દયા આણ, દામોદરા ! શીઘ્ર સેવક તણી / નરસિંહ મહેતા


રાગ રામગ્રી

દયા આણ, દામોદરા ! શીઘ્ર સેવક તણી, તું રે મારો ધણી : વિશ્વ જાણે,
પ્રગટ થયું નામ તે થકી, શામળા ! તોહે કાં વીનતી મંન ના’ણે ? ૧

મંત્ર તું, જંત્ર તું, ધ્યાન, ધરણીધરા ! મંત્ર મોહન વિના નહિ રે બીજો,
હાર આવ્યા વિના લાજ, કહો કેમ રહે ? દીન દેખી, પ્રભુ ! શેં ન ભીંજો ? ૨

સાર કીધા વિના નેટ નથી છૂટવું, તાહરા ચરણની આશ આપી,
નરસૈંયાચા સ્વામી ! માન માંગી કહું : આ દેહ, દામોદારા ! તુંને સોંપી. ૩


0 comments


Leave comment