46 - હરખે હરિ ઓચરે, નરસૈંયો ચિત્ત ધરે / નરસિંહ મહેતા
રાગ ખટ પંચમ
હરખે હરિ ઓચરે, નરસૈંયો ચિત્ત ધરે : ‘સાંભળો સર્વ સભા ! રે વાત,’
હાર આપી હરિ વિનય-વીનતી કરે : રહ્યા સંમુખ પ્રભુ જોડી હાથ. ૧
‘પ્રાણ વૈષ્ણવ સદા, જન-જીવન-મુદ્દા’, દાખવે દામોદર દીન વાણી,
‘દુઃખ સહુ પરહરે પ્રેમ મુજ પર ધરે’ પૂરણ બ્રહ્મ કહે પ્રેમ આણી. ૨
‘દાસનો દાસ છું ભક્ત-આધીન છું, કોણ લેખું મહેતા ! હાર કેરું ?
કહે બ્રહ્માંડપતિ : ‘કરું હું વીનતી, નરસૈંયા ! વચન મુજ નહીં રે ફેરું.’ ૩

0 comments
Leave comment