12 - શ્રાવણ-સૂનો થયો, શામળા શ્રીહરિ / નરસિંહ મહેતા


આગ કેદારો

શ્રાવણ-સૂનો થયો, શામળા શ્રીહરિ ! લક્ષ્મીના નાથ ! શું નિદ્રા આવી ?
બિરદ મોટું ધરો ‘પતિતપાવન’ તણું :શરણ આવ્યા પૂઠે બાંહ સ્હાવી. ૧

દુષ્ટની દષ્ટથી રાખ, રાહીવરા ! તું વિના મારે કો નહીં રે સ્વામી,
દુર્જન લોક તે મંન આનંદિયા, અવર કોને કહું શીશ નામી ? ૨

ફૂલની માળ તે અધિક તુંને વસી, વિસર્યો, નાથ ! હું મંન તારે,
નરસૈંયાચા સ્વામી ! વિલંબન કીજે નહીં, હાર આરોપને કંઠ મારે. ૩


0 comments


Leave comment