10 - શ્રીમદમાતો, શ્રીધરા ! તુંને, વિઠ્ઠલા / નરસિંહ મહેતા
રાગ રામગ્રી
શ્રીમદમાતો, શ્રીધરા ! તુંને, વિઠ્ઠલા ! ભક્ત કાં વીસર્યા ? ધ્રુવ
ભવતાપ-નિવારણ ત્રિકમા ! એવું નામ તારું ત્રિલોકમાં.
તું ભવદુઃખભંજન, ભૂધરા, કે તું લંપટ થયો, લક્ષ્મીવરા ? ૧
સાર કરો મારી, શામળા ! મુને હાર આપો તો કહું ‘ભલા,’
કહે નરસૈંયો કરગરી : એહવું નવું ન હોયે, નરહરિ ! ૨

0 comments
Leave comment