15 - હું તો તારે ભરૂંસે વળૂંધ્યો / નરસિંહ મહેતા


રાગ કેદારો

હું તો તારે ભરૂંસે વળૂંધ્યો : શામળિયો સાથે સૂધો ધ્રુવ

જો મંડળિક મુંને મારશે, તો ગોકુળમાં કેમ રહેવાશે ?
મારે તો કાંઈ જાન નથી, ‘ભક્તવત્સલ’ તારું બિરદ જાશે. ૧

પ્રહલાદથી હિરણ્યકશ્યપ જાર્યો, અંબરીષથી દુર્વાસા,
મંડળિકથી નરસૈંયો જીત્યો : મુંને તારી આશા. ૨


0 comments


Leave comment