30 - કૃષ્ણ કૃપાળ ! કરુણાનિધિ કેશવા / નરસિંહ મહેતા
રાગ કેદારો
કૃષ્ણ કૃપાળ ! કરુણાનિધિ કેશવા ! હું અનાથનો તું નાથ કહીએ,
ભૂપતિ ભૂલ્યો, એને ભરમ મનમાં વસ્યો, શ્યામ વિના શરણ કોને જઈએ ? ૧
સગાં સરવે મળી, નાત નાગર તણી કૌતુક જોવાની રે પેર કીધી,
ઉષ્ણ જળે મેધ તેં મોકલ્યો, શ્રીહરિ ! છાબ-વેળા આવી આશ દીધી. ૨
મુંને અપજશ તો તુંને અપજશ થશે, મુંને જશ તો તારો જશ વાધે,
હારને કાજ શું હઠ કરે, શ્રીહરિ ? એવડો અનરથ તે શીદ સાધે ?
મંડળિક રાય જો મુજને મારશે, તેહમાં તો તારું પત જાશે,
મૃત્યુને ભયે નરસૈંયો બીતો નથી, ‘ભક્તવત્સલ’ તારું બિરદ જાશે. ૪

0 comments
Leave comment