9 - દેવા ! હમચી વાર કાં બધિર હોઈલા ? / નરસિંહ મહેતા


રાગ રામગ્રી

દેવા ! હમચી વાર કાં બધિર હોઈલા ? આપુલા ભક્ત કાં વિસરી ગેલા ?
ધ્રુવ, પ્રહલાદ, અમરીષ, વિભીષણ, નામાચે હાથ તેં દૂધ પીઉલા. ૧

મલેચ્છ જન માટે તેં કબીરને ઉદ્ધાર્યો, નામાચાં છાંપરાં આપ્યાં છાહી,
જયદેવને પદ્માવતી આપી, મુંને નાગર માટે રખે મેલ વાહી. ૨

અમો ખળભળતાં તમો ખળભળશો, વૈકુંઠે એકલા કેમ રહેશો ?
વૃંદાવનમાં રાધિકા સંગ, મુંને એકલો મૂકી કેમ વિનોદ કરશો ?

મંડળિક રાય મુંને જો મારશે, ભીંજશે ધૂળ, કેઈ હાણ થાશે ?
ભક્તિ કરતાં, કહેશે નરસૈંયો મર્યો, તો ‘ભક્તવત્સલ’ તારું બિરદ જાશે. ૪


0 comments


Leave comment