24 - અરે કાનુડા ! આ માહરું મન ભમે / નરસિંહ મહેતા
રાગ કેદારો
અરે કાનુડા ! આ માહરું મન ભમે, તું રે જાણે : કાંઈ દાન આપે,
લાછવર લાલચી ! લાલચ કાં કરે ? રંકને, તસ્કર ! શું સંતાપે ? ૧
તાંદુલ લેઈ રિદ્ધિ વિપ્રને મોકલી, તેહનું ભવન કીધું વૈકુંઠ સરખું,
મારે તો દાન ને ગાન છે તાહરું, નિત્ય પ્રત્યે ગુણ ગઈ રે હરખું. ૨
મન મોટું કરી, હર કંઠે ધરી, હરખી વહેલા મંડપે આવો,
ભણે નરસૈંયો : રજની થોડી રહી, દુષ્ટના બંધ થકી મુને મુકાવો. ૩

0 comments
Leave comment