19 - વિઠ્ઠલા વિશ્વવ્યાપક ! કરું વીનતી / નરસિંહ મહેતા


રાગ કેદારો

વિઠ્ઠલા વિશ્વવ્યાપક ! કરું વીનતી : તુજ વિના દાસ-દુઃખ કોણ જાણે ?
વિલવિલતાં મધ્ય વીતી રે જામિની, ત્રિકમ ? નિદ્રા તજશો શું વહાણે ? ૧

રોકી રહી રાધિકા કહ્યું રે જેહનું કરો ? કે શું પ્રાણ લૈશે કરુણા ન આણ્યે ?
હઠ કરે તેહ શું હઠ કરો, શામળા ! ત્રૂટશે સ્નેહ, ત્રિકમ ! તાણ્યે. ૨

આવે અવસર અવસર નહી સાચવે, તો પછે આપ તે શું વખાણે ?
કો કારણ કાજ આવે ? કહે નરસૈંયો : રઢ લીધો મંડળિક રાણે. ૩


0 comments


Leave comment