48 - દામોદરે કીધી દયા / નરસિંહ મહેતા
રાગ આશાવરી
દામોદરે કીધી દયા, નરસૈંયનો રાખ્યો રંગ,
આપણા સેવકને સુખ દીધું, મંડળિકને કીધો માનભંગ. ૧
એણે જાતે કાંઈ ન જાણ્યું, વૈષ્ણવ સરખો કીધો વાદ,
અંતગર્ત વિચારી જોજો, એને કુળ ઊપન્યો વિખવાદ. ૨
કળિયુગ માંહે પ્રત્યક્ષ દીઠું : નરસૈંયો જિતાડ્યો હોડ,
આપ્યાં મુગટ, કુંડળ ને માળા, આપ્યું પીતાંબર કટિ છોડ. ૩
જેજેકાર હવો નગરમાં, હરખે આપ્યો હાર હરિ,
શામળિયો સદા સુખકારી, નરસૈંયાને કરુણા કરી. ૪

0 comments
Leave comment