28 - આપને હાર, વાસુદેવસુર વિઠ્ઠલા / નરસિંહ મહેતા


રાગ કેદારો

આપને હાર, વાસુદેવસુર વિઠ્ઠલા ! વિવિધ વિચારતાં વાર લાગે,
લોકનાં વચન અવિલોક, તું શામળા ! નાથ નિદ્રા તજી શેં ન જાગે ? ૧

‘દીનબંધુ’ તણું બિરદ હરિનું સુણ્યું, એમ બોલે સત વેદ વાણી,
કરમ તારાં રખે આજ સંભારતો ! રાખ હું વિપ્રને રંક જાણી. ૨

કૃપણપણું મૂક તું સદ્ય, કમળાપતિ ! જગપતિ ! જાગે ઉપહાસ થાશે,
મોહના ! મંડળિક નરસૈંને મારશે, હાર આપો, જગ ખ્યાત ગાશે. ૩


0 comments


Leave comment