81 - રાતરાણી ગાય છે / શોભિત દેસાઈ
ગ્રીષ્મરાતે રાતરાણી ગાય છે,
ક્યારનાં કેસૂડાં કેસર પાય છે !
જો ત્યજ્યો પર્વત તો કાદવ મેળવ્યો,
બાપડી સરિતા બહુ પસ્તાય છે.
ડૂબવું છે તારે ? તો તું ડૂબને !
કેમ તું અંધારાં આપી જાય છે ?
જિંદગી સમજાઈ નહિ છેવટ સુધી,
ગ્રંથના પૃષ્ઠો તો પૂરાં થાય છે.
પદ, પ્રસિદ્ધિ, કીર્તિ, ઇજ્જત, નામના;
હીનતાના કેટલા પર્યાય છે !
0 comments
Leave comment