82 - બાળપણ દોર્યું / શોભિત દેસાઈ
જન્મવાનું અમે જે ક્ષણ દોર્યું,
ત્યાં હથેળીમાં તેં મરણ દોર્યું !
મૃગજળો ઊપસી આવ્યાં આબેહૂબ,
મેં બહુ સાચવીને રણ દોર્યું.
રહેમ કરજે એ બાપડા પર તું,
દોરવાઈ જશે અભણ, દોર્યું.
એક પૂરતુ હતું, તેં શા માટે
ઝંખનાનું બીજું ચરણ દોર્યું ?
ઢળતી ઉમ્મરમાં સ્લેટ હાથ આવી,
મેં ફરી એમાં બાળપણ દોર્યું !
0 comments
Leave comment