84 - કોઈ પણ નથી મળતું / શોભિત દેસાઈ
કશેય સ્થિર વલયનું વલણ નથી મળતું,
પડું હું પ્રેમમાં એવું ઝરણ નથી મળતું.
તમે મળો છો અને કોઈ પણ નથી મળતું,
તમારા બાદ મને કોઈ પણ નથી મળતું.
આ અર્થહીન, આ ભ્રામક લિબાસ પહેરીને,
નદીને કાંઠે શું બેઠા છો ? રણ નથી મળતું ?
તમારા અર્થઘટનના છે ઇન્તઝારમાં એ,
જીવે છે – એટલા માટે મરણ નથી મળતું.
તમારા અર્થઘટનના છે ઇન્તઝારમાં એ
જીવે છે એટલા માટે - મરણ નથી મળતું.
0 comments
Leave comment