88 - જળ વટાવી ગયાં / શોભિત દેસાઈ
એમ પ્રસરાવે પુષ્પ ગંધોને,
સાંપડે જાણે દ્રષ્ટિ અંધોને !
કોઈને પાસે આવવા ન દઉં,
તોય ઝંખ્યા કરું સંબંધોને.
યાદ આવ્યાં ને આંખ છલકાઈ,
જળ વટાવી ગયાં પ્રબંધોને.
ચોપડા વચ્ચેથી કવિ બોલ્યો,
‘આખરે તો છે આય ધંધો ને !’....
એક વખત મિત્ર બેસતો’તો અહીં,
ભાર વરતાય એનો સ્કંધો ને...
0 comments
Leave comment