89 - દરિયો છે / શોભિત દેસાઈ


હોડીની આવજાવ દરિયો છે,
હલેસાનો સ્વભાવ દરિયો છે.

ફક્ત શાહી પુરાવ ! દરિયો છે,
ને વિચારો વહાવ દરિયો છે.

આ કોઈ છીછારાનું કામ નથી,
તું કિનારે ન આવ, દરિયો છે.

પેટિયું રળવાનું નથી સાધન,
માછીનો રખરખાવ દરિયો છે.

લીલાને બદલે આસમાની છે,
તારા ધણને ચરાવ, દરિયો છે.


0 comments


Leave comment