90 - બારી / શોભિત દેસાઈ
આંખને આભ આપતી બારી,
ક્યાંની ક્યાં મનને લઈ જતી બારી !
તારું હોવું જરા જુદી રીતે !
સત્યઘટના છે ડોલતી બારી !
સાંભળીને સવારે ભણકારા,
ઝળહળી જાય જાગતી બારી.
વાવાઝોડે હણાયો દરવાજો,
એની પાછળ થઈ સતી બારી.
વારતા સાંભળું પુનર્જન્મે,
‘એક વખતે અહીં હતી બારી’.
0 comments
Leave comment