91 - જળપરી બહાનું છે / શોભિત દેસાઈ


જળપરી બહાનું છે,
મોતી શોધવાનું છે.

છે કવન તો મારું, પણ,
લાગે છે બધાનું છે.

પ્રેમનો છે મારગ આ,
કંટકો બિછાનું છે.

ઇન્તઝાર ચાવી છે,
શક્યતાનું ખાનું છે.

વૃક્ષ એક કપાયું’તું,
જ્યાં આ કારખાનું છે.


0 comments


Leave comment