92 - માથું ! લો આ મૂક્યું / શોભિત દેસાઈ


દર્શનાતુર દુ:ખો છે ટોળામાં,
સુખ સુખેથી ઝૂલે હિંડોળામાં.

માગવા જાઉં છું હું દરવાજે,
લાવ્યો આ શું સવાલી ઝોળામાં ?

આંગળીઓ કલમ કરી નાખી,
તોય મન રહી ગયું પટોળામાં.

તમને માગું છું હું તમારાથી,
માથું ! લો, આ મૂક્યું મેં ખોળામાં.

આખરે થઈ ગયું બધું અંગત,

Aસૂઈ ગયા સર્વ રંગો ધોળામાં.


0 comments


Leave comment