94 - રડતા રણમાં / શોભિત દેસાઈ
આપના અસ્તિત્વ સાથે પૂરા પ્રોઈ નાંખજો,
એથી ઓછું કૈં ન ચાલે અમને ખોઈ નાંખજો.
સાફ આ સંદુક સ્મરણની કરવા બેઠા છો, કરો;
કીમતી ફેંકાય ના કંઈ, જોઈ જોઈ નાંખજો.
સાવ કાળી રાતે રડતા રણમાં જઈને બેસજો,
દઈ ખભા પર હાથ, થોડું સાથે રોઈ નાંખજો.
પહેલાં જેવી ક્યાં હવે અંતર ઝીલે સંવેદના ?
છે અતીતના ડાઘ જે બે-ચાર, ધોઈ નાંખજો.
એક ગરવા કાવ્યનો તલસાટ જાગ્યો છે મને,
કંઈ નહિ તો શબ્દનો ટુકડો તો કોઈ નાંખજો !
0 comments
Leave comment