96 - મોતને ઘૂંટ્યા કરીશું / શોભિત દેસાઈ


મોતને ઘૂંટ્યા કરીશું તો બધું બગડી જશે,
પર્ણની માફક પડ્યા રહીશું, પવન ઘસડી જશે !

રાખજે તું ધ્યાન કે એ ધ્યાનબહેરો છે જરા,
તો જ સાંભળશે, જો એને આજીજી તગડી જશે.

બંધ આંખે સૂઈ શકાશે, પણ જરા સંભાળજે,
સ્વપ્ન છે ચાલાક, ક્યાંનો ક્યાં તને ઢસડી જશે !

ટહેલવું સહેલું નથી સહેજે સ્મરણના દેશમાં,
યાદ હું કૈં પણ જો કરવા જઈશ, તું પકડી જશે.

ભોગ ધરાવો પડશે ખુદનો પ્રેમમાં પુરેપુરો,

પહેલાં પગના નખ, પછી માથું, પછી પઘડી જશે !


0 comments


Leave comment