100 - વહેતા પવન છીએ / શોભિત દેસાઈ


આકાશને નિહાળીએ, મલ્હાર ગાઈએ,
મનના ગહેકતા મોરને વરસાદ પાઈએ.

ક્યાંથી સમાયા કાયામાં ! આશ્વર્ય થાય છે !
તોર એવો છે, કે ચૌદ ભુવનમાં ન માઈએ !

રાખ્યો હતો ઇરાદો, બને, ને છૂપું રહે;
જે કૈં થયું, જણાવી દીધું છે રજાઈએ.

પ્રત્યેક પળે થયા કરે ઓળંગવાનું મન,
ઇચ્છા બહુ વધારી દીધી છે મનાઈએ.

કાયમ સુગંધ આપીએ એવું તો ના બને,
વહેતા પવન છીએ તો ઉકરડેય વાઈએ !


0 comments


Leave comment