101 - સાગર, નદી, તળાવ / શોભિત દેસાઈ


સમજ્યા ? કે કેમ ધર્મોને મારો વિરોધ છે !
દાવો દરેકનો છે કે પોતે સુબોધ છે !

જૂની થઈ ગયેલી હવાનો અમુક ભાગ,
આવ્યો તને મળીને એ જુવાનજોધ છે !

સ્વપ્નિલ લિબાસમાં જ રહું છું હું એટલે,
જાગીને જોઉં તો બધે મૃગજળના ધોધ છે.

એ શત્રુને જીત્યો તો તમે જગ જીતી ગયા,
ભીતરમાં એ રહે છે અને નામ ક્રોધ છે.

જીવનનો અર્થ આવ ! કહું કાનમાં તને,
પહેલો પુરુષ એકવચનની એ શોધ છે.


0 comments


Leave comment