103 - પરોઢ આવે / શોભિત દેસાઈ
તું ઝાકઝમાળ ! ઝળહળ !
ને હું અવાવરું સ્થળ.
બેચેન રાત આખી,
શૈયા ઉપર સળ જ સળ.
આવે પરોઢ આવે,
જાજમ બિછાવે ઝાકળ.
જીવન છે ખાસ્સું લાંબું,
ને મોતની તો એક પળ.
લાગે છે આંખ ચોખ્ખી,
વરસી ગયાં કે વાદળ ?
જે ક્ષણ તમે મળો છો,
ખોટી પડે છે અટકળ.
0 comments
Leave comment