3 - પછીથી / ચિનુ મોદી


પછીથી સમય શ્વાસ–ઘડિયાળ અટકે
પછીથી પવન–અશ્વની ફાળ અટકે.

પછીથી મહિષ–શ્વાન ભેંકાર અટકે
પછીથી ચરણ–પાય–રેતાળ અટકે.

પછીથી નદી–વ્હેણ–સાગર સરોવર
પછીથી પહાડો–શીલા–ઢાળ અટકે.

પછીથી મકાનો–ગલા–શ્હેર અટકે
પછીથી વણી ના વણી જાળ અટકે.


0 comments


Leave comment