6 - શબ્દો / ચિનુ મોદી


કદી આંસુઓનું લઈ રૂપ આવે
કદી ફૂલ પેઠે પરોવાય શબ્દો.

કદી ઓઠ આવી પાછા વળે છે
ઘણીવાર ઠાલા જ શરમાય શબ્દો.

હતો મૌનનો એક સાગર છલકતો
કિનારે રહીને તરી જાય શબ્દો.

વીતેલો સમય એટલે શૂન્યઘરમાં
શમી જાય, કયારેક પડઘાય શબ્દો.

ખખડતું રહ્યું શ્હેર મધરાતના પણ
અવાજે અવાજે વગોવાય શબ્દો.


0 comments


Leave comment