7 - આપોઆપ / ચિનુ મોદી


છતરાયા કે છાના આપ
લિસ્સા સ્પર્શો, બોદા શાપ.

ઝાંખાંપાંખાં અંધારાંમાં
જોવાયો હું આપોઆપ.

બાંધી મુઠ્ઠી ખોલાશે ના
રેખામાં બંધાયાં આપ.

તારાથી કાં અલગ પડ્યો હું ?
સપનામાં આવ્યા’તા સાપ.

ભીની પાંપણ, કોરાં આંસુ
નિકળ્યાં નિકળ્યાં મારાં માપ.


0 comments


Leave comment