8 - ઠાલા / ચિનુ મોદી


શબ્દોમાં સાચુંખોટું કરવાના યત્નો ઠાલા
પોતીકાં પોલણોને ભરવાના યત્નો ઠાલા.

ઊગેલી દીવાલોને ઠેકીને પણ ક્યાં કાઉ ?
ખોડેલા અશ્વો માથે ફરવાના યત્નો ઠાલા.

તૂટેલા સંદર્ભોના પડછાયા કાળાપીળા
પડછાયે સંકેલાઈ સરવાના યત્નો ઠાલા.

નામેરી ચહેરાઓની રેખાઓ આઘીપાછી
રેખાઓ હરતીફરતી કરવાનો યત્નો ઠાલા.

અંધારે ઝાંખાપાંખા કાંટીલો મારગ કાપ્યો
સૂરજને માથેરખી ફરવાના યત્નો ઠાલા.


0 comments


Leave comment