9 - તું / ચિનુ મોદી


મને પુષ્પ વચ્ચે વસાવે છે તું
મને એમ હમણાં રડાવે છે તું.

મને કેમ રસ્તો બનાવે છે તું ?
મને કેમ એમ જ સતાવે છે તું ?

થઈને ગઈકાલ જેવું પરિચિત
અજાણ્યું બની કેમ આવે છે તું ?

ઘણીવાર અમથું રિસાઇને તું
તને આપ મેળે મનાવે છે તું ?

પવન જેમ પછડાય પડઘો, તો
થઈ પ્હાડ શાને ડરાવે છે તું ?


0 comments


Leave comment