10 - સરનામુ / ચિનુ મોદી


મારા ઘરમાં હું શું છું?
પથ્થરનું પારેવું છું.

વંટોળાતો વાયુ છું
પણ ઘરમાં સંભાળું છું.

પાણીની દીવાલો છું
તો કોરોમોરો હું છું.

અંદર છું કે બ્હારો છું?
લગભગ રોજ વિચારું છું.

મારા ઘરનું સરનામું?
રોજ મને હું પૂછું છું.


0 comments


Leave comment