11 - પ્રયત્નો / ચિનુ મોદી


તને પામવાના પ્રયત્નો કરું
નિકટ આવતામાં જ આઘો સરું.

વિરહમાં ક્ષણો વીતશે તો ખરી,
પ્રસંગો વગર પણ તને સાંભરું.

કદી ડૂબવાના પ્રયત્નો વિશે
અજળ એક ભીની નદીમાં તરુ.

કશું થાય એવો ન સંભવ હતો
અને શ્વાસ વચ્ચે સમય આંતરુ.

હવે ગઢ કુદાવી જઉં, ક્યાં જઉં ?
દીવાલો બની હું મને સંઘરું.


0 comments


Leave comment