13 - ખાટે / ચિનુ મોદી


પોતીકી પળ કરવા માટે
હિંચું છું હિંડોળા ખાટે.

મૃત્યુનો પડછાયો મળશે
આખરમાં શ્વાસોના સાટે.

બળતું ઘર મૂકીને ચાલો
અંધારાની વાટે વાટે.

પિંજરમાં પંખી ફેલાશે
કલરવ પણ મળવાનો હાટે.

ફેલાશે પાણીના રંગો
પગલાં ભરશું તોય ઉચાટે.


0 comments


Leave comment