14 - થડકારો / ચિનુ મોદી


ઠાલો પણ થડકારો છે
ભીતરના સંચારો છે.

નરસો છે કે સારો છે
શ્વાસોનો સથવારો છે.

ડાબી આંખ જ ફરકે છે
મોઘમ પણ અણસારો છે.

હાથ પડી રેખાઓ છે
કે સર્પોનો ભારો છે?

દરિયાના દેખાવો છે
ડૂબું છું તો આરો છે.


0 comments


Leave comment