15 - એરુ / ચિનુ મોદી


જે મને એમ જ જડ્યો છે
એ જ પડછાયો નડ્યો છે.

ઘેન લીલું આંખમાં છે
ક્યાંક એરુ આભડ્યો છે.

દાખડો સંધો ર’વા દ્યો
આપ ઉત્તર આવડ્યો છે,

ઓસમાં ડૂબી પવન પણ
ઘાસમાં ભૂલો પડ્યો છે.

ડૂંગરા ક્યાંથી ચઢીશું ?
શ્વાસ સેંતકનો ચડ્યો છે.


0 comments


Leave comment