16 - આ? / ચિનુ મોદી


અણબોટેલું ફળ છે આ ?
માગું છું તે પળ છે આ ?

ઘરની આ દીવાલો છે ?
કે ફેલાતું જળ છે આ ?

આંસુના ઠેકાણાં શાં ?
વરસેલાં વાદળ છે આ.

રિકત હદયને લાગે છે
પથ્થર પણ ચંચળ છે આ.

પડછાયાનાં વૃક્ષો છે
માણસનું અંજળ છે આ.


0 comments


Leave comment