17 - સંવનન / ચિનુ મોદી


અને ક્યાંકથી આવશે એ પવન
અને ખોલશે મૌનનું આવરણ

પછી રાતભર તારકો ઊંઘશે
અને જાગશે એક લાચાર મન.

કદાચિત ઉદાસી હથેળી થશે
અને થોરનું ઊગશે ગાઢ વન.

પ્રસરતો રહેશે પછી પણ સમય
સતતનું મપાશે નહીં આચરણ.

ડરીને જરીવાર અટક્યા પછી
ફરી એ જ શ્વાસો અને સંવનન.


0 comments


Leave comment