18 - ચિતરામણ / ચિનુ મોદી
સુક્કા પવનનું ધણ હશે
સામે હશે , એ રણ હશે.
મૃગજળ વગર દોડેય શું?
નિશ્વાસને કારણ હશે.
છે એક પિંજર ઝૂલતું
પંખી હશે ને ચણ હશે.
જેના વિયોગે હો મરણ
એકાદ એવું જણ હશે ?
ટોળે વળો સ્મરણો થઇ
તો ભીંજતી પાંપણ હશે.
Developed by Accurate Infoway
0 comments
Leave comment