19 - કાંચીડો / ચિનુ મોદી


ઝાંખાપાંખા અજવાળામાં
એ જ મળે છે, એ ગાળામાં.

તરડાતી ભીંતો છે કિંતુ
હુંય ભરાયો છું માળામાં

ઠાલા જે થડકારા બાકી
એ જ રહ્યા મારા ફાળામાં.

કૂવામાંથી કાઢો છો ને ?
ડૂબી જાશું તો થાળામાં.

કાંચીડો ભીતરનો કાઢો
કયાંક ભરાયો છે જાળામાં.


0 comments


Leave comment