107 - સ્વપ્ન ઘેરે છે / શોભિત દેસાઈ
તારલા નભમાં બધા ખોળે મને,
ચંદ્રમા ધરતી ઉપર ઢોળે મને.
ઊતરીશ પૂરો એ ઘડીએ શું થશે ?
છાકટો નાખ્યો કરી છોળે મને.
કેટલી સદીઓથી હું સૂતો નથી !
સ્વપ્ન ઘેરે છે વળી ટોળે મને.
કોણ કરતું જાય સાગર આંખને ?
કોણ આંસુઓમાં ઝબકોળે મને ?
માની કલ્પિત આકૃતિ આવી સમીપ,
વ્હાલથી બેસાડતી ખોળે મને.
0 comments
Leave comment