108 - બહુ આનંદમાં છીએ / શોભિત દેસાઈ
બહુ આનંદમાં છીએ અમારો દાવ આવ્યો છે,
ઘણાં વર્ષે જીવનમાં આખરે ઠહેરાવ આવ્યો છે.
વિચારોની ઉપરવટ જઈને જ્યારે ભાવ આવ્યો છે,
તો આંસુમાં તણાતા તર્કનો દેખાવ આવ્યો છે.
અમે જાગ્યા તમારાથી જ અમને આટલા કોમળ,
છે બીડો ઘાસનાં ને ઓસનો પાથરવ આવ્યો છે.
યુવાનીમાં હતું ઉદ્ધત, બહુ પર્ણો ઊગે ક્યાંથી ?
જુઓ આ પ્રૌઢતા કે વૃક્ષને ફેલાવ આવ્યો છે.
અહં-પોષક નિયંત્રણ ખૂબ રાખ્યું પણ રડી બેઠો,
થયો હું ફૂલ હળવો, યાદ જૂનો ઘાવ આવ્યો છે.
0 comments
Leave comment