112 - અહમનો સંહાર / શોભિત દેસાઈ


યુદ્ધ ટાણે આટલું, અસવાર, કર,
પ્રથમ તારા અહમનો સંહાર કર !

બાપડાને કાવ્યથી કર તરબતર,
ગદ્ય-રોગી લોકના ઉપચાર કર.

મિત્ર બન, માફી વહેંચ, આદર બતાવ;
કાર્ય કરવા જેવાં છે બે –ચાર, કર.

જીતવા સંપૂર્ણ માનવજાતને,
પહેલાં આયુધોની બુઠ્ઠી ધાર કર.

વેર લેવાનો નવો રસ્તો કહું,

શત્રુ ઉપર એક બીજો ઉપકાર કર.


0 comments


Leave comment