50 - આમ થોડી લે મથામણ મોકલું છું / રમણીક સોમેશ્વર
આમ થોડી લે મથામણ મોકલું છું
શબ્દ રૂપે એક તારણ મોકલું છું
શું સતત ઘેરી રહ્યું છે કોણ જાણે !
જે મળેલી ગૂંગળામણ મોકલું છું
કૈં યુગોથી ના, નથી આવી શકાયું
ક્યાં કશું છે, તોય કારણ મોકલું છું
બારણું ખોલી બને તો ઝીલ એને
લે, હવામાં એક શ્રાવણ મોકલું છું
સાવ તાજી, કૂણા કૂણા ઘાસ જેવી
છે હજુ અકબંધ એ ક્ષણ, મોકલું છું.
0 comments
Leave comment